ધો-12 સામાન્ય પ્રવાહનું હવે સોમવાર કે મંગળવારે જાહેર થશે
divyabhaskar.kcom | May 27,2016 12:09 PM IST
અમદાવાદઃ 27 મે એટલે કે આજે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થવાની વાતો વચ્ચે વહેલી સવારથી પરિણામ જોવા માટે બેસી રહેલા વિદ્યાર્થીઓને નિરાશા સાંપડી છે. કારણે કે ધો-12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે નહીં પરંતુ સોમવાર કે મંગળવારે જાહેર કરાશે. એટલે પરિણામની રાહમાં આખી રાત સરખુ સુઈ ન શકેલા વિદ્યાર્થીઓને હજુ બે-ત્રણ દિવસની રાહ જોવી પડશે.
'27મીએ પરિણામની વાત ક્યાંથી આવી ખબર નથી'
માધ્યમિક શિક્ષણ બોર્ડના વાઈસ ચેરમેન ઠક્કરના જણાવ્યા અનુસાર ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ વહીવટી કારણોસર અટકેલું છે. જે સોમવાર કે મંગળવાર સુધીમાં જાહેર થઈ જશે. સામાન્ય રીતે ધોરણ-10 અને 12ના પરિણામો જુનના પ્રથમ સપ્તાહ સુધીમાં જાહેર થઈ જાય છે. આ વખતે પણ પરિણામો સમયસરજ છે. 27 તારીખે ધોરણ-12નું પરિણામ જાહેર કરવાની કોઈ સત્તાવાર જાહેરાત બોર્ડ દ્વારા કરવામાં આવી ન હતી.
પ્રથમ વખત 12 સાન્યસનું સાંજે અને સામાન્ય પ્રવાહ પહેલાં ધો.10નું પરિણામ
ગુજરાત માધ્યમિક બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત પ્રથમ વખત 12 સાયન્સનું પરિણામ સાંજે 4 વાગ્યે જાહેર કરાયું હતું. તો ધો.12 સામાન્ય પ્રવાહના પરિણામની પહેલા ધો.10નું પરિણામ જાહેર કરી દેવાયું છે. અને 26મી મેના રોજ જિલ્લાના વિતરણ કેન્દ્ર ખાતેથી સવારના 11થી સાંજના 4 વાગ્યા સુધી ગુણપત્રકોનું વિતરણ કરવામાં આવી દીધું હતું. હાલ ગુણ ચકાસણીની અરજીઓ માત્ર ઓનલાઇન માધ્યમથી તા.26 મેથી તા.7 જૂન,2016 સુધીમાં કરી શકાશે. આ પરિણામ બાબતે કોઇ મુશ્કેલી હોય તો ગુજરાત કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર 18002335500 ઉપર માર્ગદર્શન મળશે. નોંધનિય છે કે,આ વર્ષે ધોરણ 12 સાયન્સ પ્રવાહનું 79.03 ટકા અને ધોરણ 10નું 67.06 ટકા પરિણામ આવ્યું છે.
No comments:
Post a Comment